સુરતના મોટા વરાછા ‘રિવર વ્યુ હાઇટ્સ’ માં આગ
12 મા માળે આવેલા એક ફ્લેટમાં ભભૂકી ઊઠી
સમગ્ર એપાર્ટમેન્ટમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી
સુરતના મોટા વરાછા વિસ્તારમાં તાપી નદી કિનારે પેડર રોડ પર આવેલી ‘રિવર વ્યુ હાઇટ્સ’ નામની હાઈરાઈઝ બિલ્ડિંગમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં ‘રિવર વ્યુ હાઇટ્સ’ માં જ્યારે આગ બિલ્ડિંગના ઉપરના 12 મા માળે આવેલા એક ફ્લેટમાં ભભૂકી ઊઠી હતી ત્યારે ફ્લેટ મોટા ભાગે બંધ હોવા છતાં અંદરથી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડતાં સમગ્ર એપાર્ટમેન્ટમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાની જાણ ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સહિતનો મોટો કાફલો તરત જ સ્થળ પર પહોંચી ગયો હતો. અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી 15 થી 17 જેટલા ફાયર ટેન્ડરો અને હાઈડ્રોલિક પ્લેટફોર્મ તાબડતોબ ઘટના સ્થળે મોકલી આપવામાં આવ્યા હતા.
આગ લાગવાના કારણે ઉપરના માળે આગ ફેલાઈ જતાં ધુમાડાને કારણે ઘણા રહીશો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. સીડી મારફતે તેમજ હાઈડ્રોલિક પ્લેટફોર્મ ઊંચે ચડાવીને ફસાયેલા લોકોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા. જેમાં એક વૃદ્ધા સહિત પરિવારના સભ્યોને કોઈપણ પ્રકારની ઈજા વગર હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર વિભાગના જવાનોએ ચારેય તરફથી પાણીનો મારો ચલાવી 2 કલાકથી વધુ સમયની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો અને ત્યારબાદ કૂલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી,
