સુરત : જગત જનની માં જગબંબાની આરાધના
નવરાત્રિના પ્રથમ દિવસે અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું,
મંદિરમાં જય માતાજીના નાદ ગુંજી ઉઠ્યો
આજથી નવરાત્રીના પાવર પર્વની શરૂઆત થઈ છે ત્યારે સુરતના અંબાજી, અંબિકા નિકેતન સહિત માતાજીના મંદિરોમાં ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતાં.
આજે સોમવાર 22 સપ્ટેમ્બરથી નવરાત્રીના પાવન અવસરની શરૂઆત થઈ છે તો પ્રથમ નોરતે વહેલી સવારે સુરતના અંબાજી મંદિર, અંબિકા નિકેતન ખાતે માતાજીની ભવ્ય પૂજા આરતી કરવામાં આવી હતી. તો આ પ્રસંગે સુરતીઓની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીના ચરણોમાં હાર્દિક પ્રાર્થના કરવામાં આવી હતી. નવરાત્રી મહોત્સવ દરમિયાન માતાજીના આશીર્વાદથી સમગ્ર શહેરમાં શાંતિ, સૌહાર્દ અને સુખ-સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
