મહિધરપુરા પોલીસે મોબાઈલ સ્નેચિંગના રીઢા આરોપીને ઝડપી પાડ્યો
રાહદારીઓના મોબાઈલ સ્નેચ કરી બાઈક પર ફરાર થતો હતો આરોપી
પેટ્રોલિંગ દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
સુરતની મહિધરપુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચાલતા જતા રાહદારીઓ પાસેથી મોબાઈલ ફોન સ્નેચીંગ કરી બાઈક પર ભાગી છુટતા રીઢાને ઝડપી પાડ્યો હતો.
દિવાળીના તહેવાર સમયે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અને ચોરી તથા સ્નેચીંગની ઘટનાને બનતી અટકાવવા પોલીસ ટીમ મેદાને હોય ત્યારે સુરતની મહિધરપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ચાલતા જતા રાહદારીઓ પાસેથી મોબાઈલ ફોન સ્નેચીંગ કરી ભાગી છુટતા રીઢા એવા હુસેન ઉર્ફે ફરદીન પઠાણને ઝડપી પાડી તેની પાસેથી સ્નેચીંગ કરાયેલ મોબાઈલ તથા બાઈક પોલીસે કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
