સુરતના પાલ આરટીઓ સર્કલ પાસે ઇલેક્ટ્રિક બસ ભુવામાં ઘસી ગઈ
વરસાદમાં રોડ ધસી પડતા ઇલેક્ટ્રિક બસ ભુવામાં ઘસી ગઈ
તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પર ફરી સવાલો ઉઠ્યા
સુરતના પાલ આરટીઓ સર્કલ પાસે થોડા જ વરસાદમાં રોડ ધસી પડતા ઇલેક્ટ્રિક બસ ભુવામાં ઘસી ગઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પર ફરી સવાલો ઉઠ્યા છે.
સુરતમાં વરસાદની શરૂઆત જ સાથે જ સુરત મનપાની પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા ઉડી રહ્યા છે. ત્યારે પાલ આરટીઓ સર્કલ વિસ્તારમાં વરસાદની શરૂઆત સાથે જ રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. અચાનક પડેલા ભુવામાં એક ઈલેક્ટ્રિક બસનો આગળનો ભાગ ફસાઈ જતા રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી. વાહન ચાલકો લાંબા સમય સુધી ટ્રાફિક જામમાં અટવાયા હતા. રાહતની વાત એ રહી કે આ ઘટનામાં કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ નોંધાઈ નથી. પરંતુ થોડા જ વરસાદમાં રોડની હાલત બગડતાં પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અને લોકોમાં તંત્ર સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
