ભાવનગરના અનેક સ્થળો પર જીએસટી વિભાગના દરોડા

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના અનેક સ્થળો પર જીએસટી વિભાગના દરોડા
જીએસટી વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો

ભાવનગરના અનેક સ્થળો પર જીએસટી વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો

ભાવનગર જીએસટી વિભાગ આજ સવારથી હરકતમાં આવ્યું છે અને શહેરમાં અનેક સ્થળો પર દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જીએસટી વિભાગની એક સાથે ૬ ટીમો દ્વારા શહેરના વાઘાવાડી રોડ પર વેલેન્ટાઈન સર્કલ નજીક આવેલી કોસ્મોસ કોમ્પ્યુટરની હેડ ઓફિસે સવારે ૧૧ કલાકે દરોડો પાડચો હતો અને વધુ કોસ્મોસ કોમ્પ્યુટરની કાળીયાબીડ, શિવાજી સર્કલ, મહિલા કોલેજ અને નીલમબાગ ખાતે આવેલી બ્રાન્ચ ઓફિસો અને ઘર સહીત કુલ ૬ ટીમો દ્વારા અલગ અલગ ૬ સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ સર્ચની કામગીરી આવતીકાલ સુધી લંબાય તેવી શકયતા સેવાઈ રહી છે, હાલ તો જીએસટી વિભાગની કામગીરીને લઈને અન્ય વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *