સુરતમાં ગ્લોબલ બિઝનેસ સોશિયલની પ્રથમ વર્ષગાંઠ
બે દિવસીય મેગા બિઝનેસ સમિટ અને ફેશન વીકનું ભવ્ય આયોજન
નવા બિઝનેસ અવસરો અને નેટવર્કિંગને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ
સુરતમાં ગ્લોબલ બિઝનેસ સોશિયલ એટલે કે જીબીએસની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે બે દિવસીય મેગા બિઝનેસ સમિટ અને ફેશન વીકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે, જ્યારે દેશભરના ઉદ્યોગસાહસિકો, મેન્ટર્સ અને ફેશન ડિઝાઇનર્સ આ કાર્યક્રમના સાક્ષી બનશે. જીબીએસના એક વર્ષના સફળ સફરની ઉજવણી સાથે નવા બિઝનેસ અવસરો અને નેટવર્કિંગને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે.
મેડ ઇન ઇન્ડિયા બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ ગ્લોબલ બિઝનેસ સોશિયલ એટલે કે જીબીએસ પોતાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે સુરતમાં બે દિવસીય મેગા બિઝનેસ સમિટ અને ફેશન વીકનું આયોજન કરી રહ્યું છે. કાર્યક્રમના આયોજનમાં ડૉ. મલય પારેખ, રાજ સિંહ, અંકિત પાનવાલા સહિત સમગ્ર કમિટી દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી છે. 21 જૂને યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહી ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરશે. જીબીએસના સ્થાપક પિન્કેશ પટેલના જણાવ્યા મુજબ, 27 જૂન 2025ના રોજ શરૂ થયેલા આ પ્લેટફોર્મ સાથે આજે 160થી વધુ સભ્યો જોડાયેલા છે. હાલમાં સુરત અને બારડોલીમાં ચાર સક્રિય ગ્રુપ કાર્યરત છે અને આગામી સમયમાં સમગ્ર દેશમાં નેટવર્ક વિસ્તરાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થશે. ઉપરાંત જાણીતા મેન્ટર અને ઇન્વેસ્ટર બસેસભાઈ ગાલા, કોમ્યુનિકેશન કોચ દેવાંશ ગુપ્તા અને ચાણક્ય નીતિ વિષયની સ્પીકર માનસી ઠાકર પણ માર્ગદર્શન આપશે. કાર્યક્રમમાં ગાલા ડિનર, એવોર્ડ નાઇટ અને વિવિધ બિઝનેસ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું છે
જીબીએસ ફેશન વીક આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે. સુરતમાં પ્રથમ વખત લેક્મે અને ટાઇમ્સ ફેશન વીકની તર્જ પર ઉચ્ચ કક્ષાનું ફેશન શો યોજાશે, જેમાં 10 થીમ આધારિત સિક્વન્સ રજૂ કરવામાં આવશે. છ મહિલા અને ચાર પુરુષ ડિઝાઇનર્સ પોતાની વિશિષ્ટ ડિઝાઇન રજૂ કરશે, જ્યારે મુંબઈ, દિલ્હી અને જયપુર સહિતના શહેરોના જાણીતા ડિઝાઇનર્સ પણ ભાગ લેશે. જીબીએસ નો મુખ્ય ઉદ્દેશ માઇક્રો, સ્મોલ અને ઉભરતા ઉદ્યોગસાહસિકોને એક એવું ભારતીય નેટવર્કિંગ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેના માધ્યમથી તેઓ પરસ્પર વેપાર વધારી પોતાના વ્યવસાયને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ આપી શકે. જીબીએસ સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા વિચારધારા પર આધારિત પ્લેટફોર્મ તરીકે દેશના ટિયર-2 અને ટિયર-3 શહેરોના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને વિકાસની નવી તકો પૂરી પાડી રહ્યું છે.
