સુરતની ઉત્રાણ પોલીસે જીંદગી બચાવી

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે જીંદગી બચાવી
જીંદગીથી નિરાશ થઈ સુસાઈડ કરવા જતા ઈસમને બચાવ્યો
રોજિંદા પ્રશ્નો પુછી શાંત પાડી કાઉન્સેલીંગ કરી તેનો જીવ બચાવી લીધો

સુરતની ઉત્રાણ પોલીસે પોતાની જીંદગીથી નિરાશ થઈ સુસાઈડ કરવા જતા ઈસમને ગણતરીની મીનીટોમાં બચાવી લઈ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગરીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા ની સુચનાને લઈ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ ઘર કંકાસ કે ડિપ્રેશનમાં આવી કોઈ અન્ય કારણોસર આત્મહત્યા કરવા જતા લોકોને બચાવવા તપાસમાં હતી ત્યારે પીઆઈ ગોસ્વામીની ટીમના પીએસઆઈ આરડી ધાધલની ટીમને એવી માહિતી મળી હતી કે ગોવિંદ પાર્ક સોસાયટીમાં એક ઈસમ સુસાઈડ કરે છે જે માહિતીના આધારે તાત્કાલિક પોલીસ ટીમે સ્થળે દોડી જઈ ત્યાંથી આપઘાત કરવા મકાનનો દરવાજો અંદરથી લોક કરનાર ઈસમને બારીમાંથી મકાનમાં જઈ બચાવી લઈ જીવન તથા રોજિંદા પ્રશ્નો પુછી શાંત પાડી કાઉન્સેલીંગ કરી તેનો જીવ બચાવી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *