મુંબઈથી આવતી ટ્રાવેલ્સમાંથી ભાવનગર સ્કોડે દારુ ઝડપયો

Featured Video Play Icon
Spread the love

મુંબઈથી આવતી ટ્રાવેલ્સમાંથી ભાવનગર સ્કોડે દારુ ઝડપયો
8 પાર્સલમાંથી 432 દારૂની બોટલ મળી આવી,
જાફરાબાદના ટીંબી ગામે પહોંચાડવાનો હતો

ભાવનગર પેરોલફર્લો સ્કવોડે બાતમીના આધારે સીદસર ચોકડી પાસે ટ્રાવેલ્સ બસ રોકી તપાસ કરતા પાછળની ડીકીમાંથી પ્લાસ્ટિકમાં વીંટાળેલા 8 પાર્સલમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રૂપિયા 63 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ બસના બે ડ્રાઈવર અને ક્લીનરની પૂછપરછ હાથ ધરી હતી. તપાસમાં દારૂનો જથ્થો મુંબઈ કાશમીરા ખાતેથી ઇનોવા કાર મારફતે મોકલાયો હોવાનું અને જાફરાબાદના ટીંબી ગામે પહોંચાડવાનો હોવાનું સામે આવતા પેરોલફ્લો સ્કોવડે વરતેજ પોલીસ મથકમાં દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર શખ્સો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે વરતેજ પોલીસ મથેકથી મળતી વિગતો અનુસાર, ભાવનગર એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડે વહેલી સવારે પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, બસ નંબર AR-11-F-4545 ની પાછળની ડીકીમાં દારૂના પાર્સલ ભરી નારી ચોકડીથી તળાજા તરફ લઈ જવાઈ રહ્યા છે. જેના આધારે પોલીસ ટીમે સીદસર ચોકડી નજીક જાહેર રોડ ઉપર વોચ ગોઠવી હતી.જ્યાં સવારે અંદાજે 4:30 વાગ્યે બાતમીવાળી બસ આવતા તેને અટકાવી તપાસ હાથ ધરતા બસમાં બેઠેલા ડ્રાઈવર જયરાજ ઘૌહાભાઈ બસીયા, બીજા ડ્રાઈવર ઇમરાન વજીરભાઈ પઠાણ અને ક્લીનર દિલુભાઈ વલકુભાઈ ભુકણને સાથે રાખી બસની પાછળની ડીકી ખોલાવી તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્લાસ્ટીકમાં વિટાળેલા પાર્સલ 8 બોક્સ મળી આવેલ જેની તલાશી લેતા અલગ અલગ કંપનીની ઇંગ્લિશ દારૂની 432 સીલપેક બોટલો મળી આવતા પોલીસે રૂપિયા 63,720 કિંમતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.ઉક્ત મામલે પોલીસે બસના ડ્રાઇવર તેમજ ક્લીનરને દારૂના મુદામાલ અંગે પૂછપરછમાં જણાવેલ કે, આ ઇંગ્લીશ દારૂ ભરેલ પાસર્લો મુંબઇ, કાશમીરા ખાતે એક ઇનોવા કાર GJ-05-JK-6414 વાળો આપી ગયેલ અને આ પાર્સલો જાફરાબાદના ટીબી ગામે માણસ આવી લઇ જશે તેમ જણાવેલ હતું. પાર્સલોમાં શું ભરેલ હતું તે બાબતે અમોને કંઇ જાણ ન હતી. ઉક્ત બનાવના પગલે પેરોલફલો સ્કોવડે મુદામલ જપ્ત કરી દારૂનો જથ્થો મોકલનાર ઇનોવા કાર ચાલક તેમજ જાફરાબાદ ટીંબી ગામે દારૂનો જથ્થો મંગાવનાર બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *