સુરત શહેરની વિવિધ શાળાઓમાં CBSE બોર્ડનું પરિણામ
સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ સ્કૂલનું પરિણામ ઝળહળતું રહ્યું
ધોરણ 12 કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમનું ઓલઓવર પરિણામ 100 ટકા
સુરત શહેરની વિવિધ શાળાઓમાં સીબીએસઈબોર્ડ ધોરણ 12ના પરિણામને લઈ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તેમાં સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ સ્કૂલનું પરિણામ ઝળહળતું રહ્યું છે. વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરતા શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.
સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમનું ઓલઓવર પરિણામ 100 ટકા રહ્યું છે. કોમર્સ વિભાગમાં A1 ગ્રેડમાં 07 અને A2 ગ્રેડમાં 05 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. જ્યારે સાયન્સ વિભાગમાં A1 ગ્રેડમાં 05 અને A2 ગ્રેડમાં 14 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. આમ બંને વિભાગ મળીને કુલ 12 વિદ્યાર્થીઓએ A1 અને 19 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે.ધોરણ 12 સાયન્સમાં નીર વાઘાણીએ 95.6 ટકા મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ધોરણ 12 કોમર્સમાં વિવા ભીમાણીએ 96 ટકા સાથે ટોપ સ્થાન મેળવ્યું હતું. પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. વિદ્યાર્થીઓની સફળતા માટે શાળાના ટ્રસ્ટીઓ આચાર્યશ્રી મનજીતસિંહ સુહાગ, વાઇસ પ્રિન્સિપાલ શિલ્પાબેન લાખાણી દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી શાળામાં વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી સમગ્ર કેમ્પસમાં આનંદ અને ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.
