અમરેલી જિલ્લાના બગસરા ખાતે મોરારીબાપુની રામકથા
કથાનું આયોજન 7 માર્ચ, 2026 થી 15 માર્ચ, 2026 સુધી
અમરેલી જિલ્લાના બગસરા ખાતે મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થયો છે. આ કથાનું આયોજન 7 માર્ચ, 2026 થી 15 માર્ચ, 2026 સુધી કરવામાં આવ્યું છે.
બગસરા શહેરમાં ચિત્રકૂટ ધામ ખાતે માનસ મેઘાણી રામકથાના પ્રારંભે મેઘાણીની પ્રતીમાને ફુલહાર કરી પ્રારંભ કરાયો. આજે કથાના બીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ કથા શ્રવણનો લાભ લીધો હતો. મોરારીબાપુ સવારે 10 વાગ્યાથી બપોરના 1.30 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાના આયોજન માટે બગસરામાં એક કાર્યાલય ખોલવામાં આવ્યું છે. આ કાર્યાલય દ્વારા બહારથી આવતા ભક્તજનો માટે રહેવા અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.ભક્તજનોની સુવિધા માટે બગસરાની તમામ જ્ઞાતિની વાડીઓ બુક કરવામાં આવી છે. સ્વયંસેવકો દ્વારા કાર્યાલયમાં વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે. અમેરિકા સ્થિત હર્ષાબા ગોહિલ પરીવાર સાથે મહાનુભાવો દ્વારા દિપ પ્રગટાવી રામકથાનો પ્રારંભ કરાયો..પુજય મોરારીબાપુના મુખેથી રામકથાનું રસપાન કરવા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા..
કથાના પ્રારંભ પૂર્વે શિવાજી ચોક ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી, અમૂલ ડેરીના ચેરમેન અશ્વિનભાઈ અને પીનાકીનભાઈ મેઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બગસરાના મોટી સંખ્યામાં અગ્રણીઓ અને વોરા સમાજના લોકો પણ જોડાયા હતા. …કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
