સુરતના પાલોદમાં 1.16 કરોડના કેમિકલ ચોરીનું રેકેટ

Featured Video Play Icon
Spread the love

સુરતના પાલોદમાં 1.16 કરોડના કેમિકલ ચોરીનું રેકેટ
પોલીસે ત્રણ આરોપીઓને ઝડપ્યા
600 લિટર ટોલ્યુઇન સહિત મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરત જિલ્લાના પાલોદ પોલીસે હાઇવે પર કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પાલોદ પોલીસે આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

મુંબઇથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે નંબર-48 પર આવેલી એક હોટલની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો હાઇવે પર દોડતા કેમિકલ ભરેલા ટેન્કરોમાંથી ગેરકાયદેસર કેમિકલ ચોરી કરતા હોવાની બાતમી પાલોદ પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી ઘટનાસ્થળે રેડ કરી હતી. આ દરમિયાન પોલીસને બે ટેન્કર અને એક અતુલ ટેમ્પો શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલા મળી આવ્યા હતા. ટેન્કરમાંથી પાઇપ વડે બેરલમાં કેમિકલ કાઢવાની પ્રક્રિયા ચાલુ હતી. પોલીસે ચારેય બાજુથી ઘેરો ઘાલીને ત્રણ શખ્સોને રંગેહાથ કેમિકલ ચોરી કરતા પકડી પાડ્યા હતા. પોલીસે જયપ્રકાશ વાસુદેવ યાદવ, શ્રવણ ભંવરલાલ ખટીલ અને શિવશંકર યાદવ નામના ત્રણ ચાલકોની ધરપકડ કરી સ્થળ પરથી ફરાર મુખ્ય સૂત્રધાર સુરેશચંદ્ર ખટકને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પકડાયેલા આરોપીઓની પોલીસ દ્વારા સઘન પૂછપરછ દરમિયાન કેટલીક ચોંકાવનાગી વિગતો બહાર આવી હતી. આ ટેન્કરના ચાલકોએ સુરતના હજીરા સ્થિત ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ’માંથી ટોલ્યુઇન નામનું જ્વલનશીલ કેમિકલ ભરીને અંકલેશ્વર તથા દહેજ ખાતે પહોંચાડવાનું હતું પરંતુ, ટેન્કરના ડ્રાઈવરોએ નક્કી કરેલા સ્થળે પહોંચવાને બદલે ને.હા.નં-૪૮ પર આવેલા પાલોદ ગામ પાસે પોતાની ગાડીઓ વાળી દીધી હતી. આ કેમિકલ ચોરીના રેકેટના મુખ્ય સૂત્રધાર સુરેશચંદ્ર રામલાલજી ખટીક સાથે મળીને આ કેમિકલ બારોબાર વેચી મારવાનું મોટું કાવતરૂ રચવામાં આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ટેન્કરમાંથી ચોરી કરી કાઢેલ 600 લિટર ટોલ્યુઇન કેમિકલ,અતુલ ટેમ્પો અને પ્લાસ્ટિકની પાઇપ સહિત બે ટેન્કર સીઝ કરી પોલીસે કુલ 1.16 કરોડનો મુદામાલ કબજે લીધો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *