ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સુરત કોંગ્રેસ મેદાનમાં
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
દારૂબંધીના કાયદાની કડક અમલવારીની માંગ કરવામાં આવી
ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સુરત કોંગ્રેસ મેદાનમાં ઉતરી હોય તેમ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી દારૂબંધીના કાયદાની કડક અમલવારીની માંગ કરવામાં આવી હતી.
સુરત કોંગ્રેસે શહેરમાં ચાલતા કથિત દારૂના અડ્ડાઓનો ડ્રોન સર્વે કરાવવાની માંગ કરી છે. કોંગ્રેસે ભાવનગર લઠ્ઠાકાંડમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ગૃહ વિભાગ પર ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો દારૂના કારણે વધુ મોત થશે તો જલ્દ આંદોલન કરવામાં આવશે. રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે.
