સુરત હજીરા પોલીસ મથક વિસ્તારમાં યુવાનની હત્યા
જુનાગામ ડેરી ફળિયુ ખાતે પંજાબી યુવાનની હત્યા
હત્યારાઓ સરબજીત સીંગ અને અમરીક સિંગ સુબેક સિંગને ઝડપ્યા
સુરત હજીરા પોલીસ મથક વિસ્તારમાં જુનાગામ ડેરી ફળિયુ ખાતે પંજાબી યુવાનની હત્યા કરી ભાગી છુટેલા હત્યારાઓને ગણતરીના દિવસોમાં જ પોલીસે ઝડપી પાડ્યા હતાં.
સુરતના હજીરા જુનાગામ ડેરી ફળિયા ખાતેથી ગત 17મી જાન્યુઆરીના રોજ પંજાબી યુવાન શેરાસિંગ હરભજનસિંગ નામના યુવાનની હત્યા કરાયેલી મળી આવેલી લાશ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તો તપાસમાં રૂમ પાર્ટનર પંજાબી યુવા નો પર શંકા હોય તે અંગે તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ હત્યારાઓ સરબજીત સીંગ કુલવંતસિંગ અને અમરીક સિંગ સુબેક સિંગને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
