ભાવનગર કુંભારવાડામાં અંગત અદાવતે યુવાન પર હિંસક હુમલો

Featured Video Play Icon
Spread the love

ભાવનગર કુંભારવાડામાં અંગત અદાવતે યુવાન પર હિંસક હુમલો
ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અંગત અદાવતને લઈને એક યુવાન પર ચાર થી વધુ શખ્સોએ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી યુવાનનાં સ્કૂટરની તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા નું સૌથી વધુ ચિરહરણ કરચલીયાપરા, ખેડૂતવાસ, અને કુંભારવાડા વિસ્તારમાં થાય છે આ વિસ્તારોમાં ગુનેગારોને મન કાયદાનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ સરેઆમ લોકોની વચ્ચે ફિલ્મોમાં દર્શાવાતા ફાઈટ સીન તથા અન્ય હિંસાઓને બેખૌફ બનીને અંજામ આપી બિન્દાસ જતા રહે છે અને આવા વિસ્તારોમાં નઠ્ઠારા તત્વોને હંમેશા મૂક પ્રોત્સાહન આપતી પોલીસ અને વ્હાઈટ કોલર ગુંડાઓ લાચાર પ્રજા પર આચરવામાં આવતાં ગંભીર અત્યાચારો, અને હત્યા સુધીની ઘટનાઓ નપંન્સક બનીને નિહાળી પાપ, અને ગુનાખોરી ને પાળી-પોષી ઉછેરે છે આ વાત સૌ કોઈ જાણે છે ત્યારે છાશવારે સરેઆમ ખેલાતા હિંસાના નગ્ન નાચ ને ખામોશ રહીને નિહાળવા સિવાય આમજનતા પાસે કોઈ રસ્તો પણ નથી ત્યારે આવો જ એક હિંસાનો ખૌફનાક બનાવ કુંભારવાડા વિસ્તારમાં આવેલ બાથાભાઈ ના ચોકમાં રાત્રે બન્યો હતો વિશાલ નામના યુવાન પર કોઈ અંગત અદાવતને લઈને ચાર થી વધુ શખ્સો રોડ પર સરાજાહેર હથિયારો સાથે તૂટી પડ્યા હતા આ ઘટનામાં વિશાલને ગંભીર ઈજા પહોંચી હતી, હુમલાખોરોએ વિશાલના સ્કૂટરની પણ તોડફોડ કરી ભારે નુકશાન પહોંચાડ્યું હતું રસ્તે પસાર થતા રાહદારીઓ અને અન્ય લોકોએ નફ્ફટ બનીને મારામારી ની ઘટના પોતાના મોબાઈલમાં વિડિયો રેકોર્ડર કરી આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી “પાવલી છાપ” હોવાનું પ્રમાણ રજૂ કર્યું હતું…! જ્યારે બીજી તરફ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે ઈજાગ્રસ્ત યુવાને હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા તજવીજ હાથ ધરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *