વાપીનો શામણાજી નેશનલ હાઇવે-56 બન્યો બિસ્માર.
નેશનલ હાઇવે બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય.
સાંસદ ધવલ પટેલએ લીધી હાઈવેની મુલાકાત.
વાપીનો શામણાજી નેશનલ હાઇવે-56 બિસ્માર બન્યો છે, વાંસદાથી ઉનાઈ સુધીના વાપી-શામળાજી હાઇવે પર આવેલા ભીનાર પાસે કાવેરો નદી પર નવો પુલ બનાવી પુલનું લોકાર્પણ કરાયું પરંતુ બાજુમાં આવેલ જૂનો પુલ તોડી નવો બનાવવા એજન્સી દ્વારા નવા પુલની એકદમ લગોલગ નિર્માણકાર્ય શરૂ કર્યું પરંતુ કાર્ય મંથર ગતિએ ચાલી રહ્યું હોવાથી વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે.
વાપીનો શામણાજી નેશનલ હાઇવે-56 બિસ્માર બન્યો છે, ભીનાર જાનકી વન પાસે આવેલ કાવેરો નદી પર જૂનો પુલ જર્જરિત હાલતમાં હોવાને કારણે જુના પુલની બાજુમાં નવા પુલનું નિર્માણકાર્ય શરૂ કરાયું હતું, જે પૂર્ણ થતાં નવો પુલનું લોકાર્પણ કરાયું હતું. નવા પુલની એકદમ લગોલગ જુનો પુલ તોડી નવા પુલનું નિર્માણ કાર્ય શરૂ કર્યું પરંતુ કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાને કારણે અનેક વાહનચાલકો ગોથુ ખાઈ રહ્યાં છે. જેમાં જુના પુલના રસ્તેથી વાહનોએ નવા પુલ પર જવા યુટર્ન લેવો પડતો હોય છે, જેમાં રસ્તાની બીજી સાઈડે રેલિંગનો અભાવ હોવાથી તેમજ પુલ પર ચડતા પહેલા મસમોટા બમ્પર પણ મુક્યા હોવાથી રાત્રીના સમયે વાહન ચાલકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. ભૂતકાળમાં પણ વાહન ચાલકોને અકસ્માતો પણ નડ્યો હોવાનું નોંધાઇ ચૂક્યું છે. હાલ તો સાંસદ ધવલ પટેલએ હાઈવેની મુલાકાત લીધી છે જેને લઇ શું કાર્ય થશે એતો સમય જ બતાવશે
દર વર્ષે વાપી-શામળાજી હાઇવે પર ચોમાસા દરમિયાન ઉનાઈથી વાંસદા સુધી અનેક ખાડાઓ પડતા હોય છે. હાલમાં ચોમાસાની સિઝન શરૂ થતાં સામાન્ય વરસાદમાં હાઇવે પર ઠેક ઠેકાણે ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થવાની શરૂઆત થઇ છે ત્યારે ગત વર્ષની જેમ અકસ્માતો થાય તો જવાબદાર કોણ ? એવો પ્રશ્ન વાહનચાલકોમાં ઉદભવી રહ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી