બનાસકાંઠામાં યાત્રાધામ અંબાજીમાં યુજીવીસીએલનો છબરડો.

Spread the love

બનાસકાંઠામાં યાત્રાધામ અંબાજીમાં યુજીવીસીએલનો છબરડો.
સ્માર્ટ મીટરમાં વધારે બિલ આવતા દુકાનદાર ચિંતામાં.
ચાની દુકાન ચલાવનારને આવ્યું અધધ વીજ બિલ.

ફરી એક વખત વીજળીનું બિલ ચર્ચામાં આવ્યું છે. જ્યાં વીજળીનું બિલ જોઈને ગરીબ યુવકની આંખો પહોળી થઈ ગઈ હતી. અંબાજીમાં ચાની કિટલી ચલાવતા યુવકને મસમોટી કિંમતનું બિલ પધરાવી દેવામાં આવ્યું છે. જેના પગલે ચાની કિટલી ચલાવનાર ચિંતામાં મૂકાયો છે.

યુજીવીસીએલના સ્માર્ટ મીટર સ્માર્ટ બનાવશે કે લોકોને કંગાળ, તેવી ચર્ચા લોકો ચિંતા સાથે કરી રહ્યા છે. કેમ કે, અંબાજીમાં એક સામાન્ય ચાની કીટલી ચલાવતા વેપારીને હજારના બદલે હજારોનું બિલ પધરાવાયું છે. માનસરોવર પાસે આવેલી ચાની કીટલી ચલાવતા દેવેન્દ્ર જોશીને દર બે મહિને 800 રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધીનું વીજળીનું બિલ આવતું હતું. જ્યારે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ બે જ મહિનાનું બિલ 82 હજારે પહોંચી ગયું છે. ઉપરાંત 50 રૂપિયા બે મહિનાના બંધ મીટરનું બિલ આવતું હતું તેની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ મીટરના યુનિટ ઝીરો-ઝીરો હોવા છતાં રૂપિયા 800નું બિલ ફટકારી દેવાયું છે.

દેવેન્દ્ર જોશીનું કહેવું છે કે, પહેલા જૂના મીટરમાં 800 થી 1000 રૂપિયા બિલ આવતું હતું. નવું સ્માર્ટ મીટર લગાવ્યું છે, તેનું 82,000 રૂપિયા બિલ આવ્યું છે. રીડિંગ પણ વધારે બતાવ્યા છે. હકીકતમાં ઓછા યુનિટ વપરાયા છે. જ્યારે મેં બાજુની દુકાન ભાડે રાખેલી છે. જેમાં 50 રૂપિયા મીટર ભાડું જ આવે છે. જેનું હાલ 8201 રૂપિયા બિલ આવ્યું છે. હવે આ 82,000 રૂપિયાનું બિલ ભરવું ક્યાંથી ? કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *