મહેર સમાજે રુકિમણીજીના મામા બનીને મામેરુ ભર્યું.
કુતિયાણાનાં ધારાસભ્ય કાંધલ જાડેજા પણ મામેરામાં જોડાયા.
પોરબંદરમાં માધવપુર ઘેડ મેળો આ વર્ષે 6 થી 10 એપ્રિલ 2025 દરમિયાન યોજાયો છે. આ મેળો ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયનું પ્રતીક છે. મેળાના અંતિમ દિવસે દ્વારકામાં એક વિશેષ આયોજન થશે. સર્કિટ હાઉસ પાછળના મેદાનમાં ભવ્ય મલ્ટીમીડિયા શો સહીત કાર્યક્રમમાં ઉત્તર-પૂર્વના કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ આકર્ષણનું કેન્દ્ર છે
માધવપુર ઘેડના મેળાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે મહેર સમાજે રુકિમણીજીના મામા બનીને મામેરુ ભર્યું છે અને કુતિયાણાનાં ધારાસભ્ય કાંધલ જાડેજા પણ મામેરામાં જોડાયા છે, માધવરાયજી મંદિરે મામેરીયાઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમનું ખાસ આકર્ષણ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીનો સત્કાર સમારોહ રહેશે. પૌરાણિક કથા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણ રુક્મિણીજી સાથે લગ્ન કરીને બારાત સાથે દ્વારકા પધાર્યા હતા. આ ઐતિહાસિક ઘટનાને ફરી જીવંત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
આજે માધવપુર ઘેડના મેળાના અંતિમ દિવસે પોરબંદર જિલ્લાના કડછ ગામના લોકો મામેરીયા બન્યા હતા, મહેર સમાજે શણગારેલા ઊંટ અને ઘોડા સાથે ડીજેના તાલે વાજતે ગાજતે પરંપરાગત રીતે રુકિમણીજીના મામા તરીકે મામેરું લઈને આવ્યા. અને કુતિયાણાનાં ધારાસભ્ય કાંધલ જાડેજા પણ મામેરામાં જોડાયા હતા. આ કાર્યક્મમાં પોલીસ વિભાગ દ્રારા દર વર્ષની જેમ પરંપરાગત રીતે ભગવાનના ફુલેકાના દિવસે ગાર્ડ ઓફ ઓનર અપાય છે જેને આ વર્ષે પણ જાળવી રાખી સમ્માન આપશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી