આરોપીને 20 વર્ષની સજા અને 15 હજારનો દંડ.
ભોગ બનનારને 50 હજાર વળતર પેટે ચૂકવવાનો આદેશ.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં એક ચકચારી ચુકાદો આવ્યો છે. રાજુલા ડિસ્ટ્રીક્ટ સેશન્સ અને સ્પેશિયલ પોક્સો કોર્ટે બાળકી સાથે અડપલા અને અપકૃત્યના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
અમરેલીના કુંભારીયા ગામમાં 2020માં બનેલી આ ઘટનામાં 4 વર્ષની બાળકી સાથે દુકાનદારે અડપલા અને અપકૃત્ય કર્યું હતું. આરોપી જયસુખ ધનજીભાઈ કડેવાળે બાળકીને લલચાવી દુકાનમાં બોલાવી હતી. ત્યાં તેણે બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું. બાળકી ઘરે પહોંચતા પરિવારને આ અંગે જાણ થઈ હતી. પરિવારે ડુંગર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 376 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ બી.એમ.શિયાળે ધારદાર દલીલો કરી હતી. કોર્ટે આરોપીને પોક્સો એક્ટની કલમ 4, 6 અને 8 હેઠળ દોષિત ઠેરવ્યો છે. આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ઉપરાંત રૂ. 15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે પીડિત બાળકીને વિક્ટિમ કોમ્પેન્સેશન હેઠળ રૂ. 50,000નું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. આ ચુકાદાથી જિલ્લામાં આવા ગુનાહિત કૃત્યો કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આવા કડક ચુકાદાથી ભવિષ્યમાં આવા ગુનાઓ અટકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
રાજુલાના કુંભારીયા ગામમાં વર્ષ 2020માં 4 વર્ષની બાળકી ગામમાં ભાગ લેવા ગયેલી દુકાનદારે મફત ભાગ આપી દુકાનમાં બોલાવી બાળકી સાથે શારીરિક અડપલા બાદ અપકૃત્ય કર્યું હતું. બાળકી ઘરે આવતા પરિવારને જાણ થતાં આ પ્રકારની ફરિયાદ નોંધાય હતી. જે કેસની ચાર્જસીટ કોર્ટમાં કરવામાં આવી હતી. આ કેસ ચાલી જતા કોર્ટએ 20 વર્ષની સજા અને ભોગબનનારને 50 હજાર વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી