સુરતમાં પ્રથમ વરસાદે જ પાણી ભરાયાની ઘટના
ઉધના ભીમનગર ગરનાળામાં પાણી ભરાતા હાલાકી
સુરતમાં પ્રથમ વરસાદે જ પાણી ભરાયાની ઘટના સામે આવી હતી. ઉધના ભીમનગર ગરનાળામાં પાણી ભરાતા હાલાકીનો સામનો લોકોએ કરવો પડ્યો હતો.
સુરતમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા ઉડી ગયા હતાં. સોમવારે મોડી રાત્રે પડેલા વરસાદને લઈ ઉધના ભીમનગર ખાતે આવેલ ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગરનાળામાંથી પસાર થતી વખતે અનેક વાહનો જેમાં રીક્ષા અને બાઈકો બંધ થતા વાહન ચાલકો અકળાઈ ઉઠ્યા હતાં. અને પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતાં.
