સુરતમાં આગની ઘટના યથાવત

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આગની ઘટના યથાવત
લિંબાયતમાં પ્લાસ્ટિક અને પૂઠાંના ગોડાઉનમાં આગ લાગી
૨ કલાકના પ્રયાસ બાદ આગને કાબુમાં લેવામાં આવી

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ ડુંભાલ સ્થિત ઓમ નગરમાં રાત્રે એક ગેરકાયદેસર રીતે ચાલતાં પ્લાસ્ટિક અને પૂઠાંના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ ડુંભાલ સ્થિત ઓમ નગર રેસીડેન્શિયલ સોસાયટીના ગલી નં. ૧માં રાત્રે એક ગેરકાયદેસર રીતે ચાલતાં પ્લાસ્ટિક અને પૂઠાંના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાએ થોડાક સમય પહેલાં શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભયંકર આગની યાદ તાજી કરી દીધી છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ૪ થી ૫ ગાડીઓએ કામગીરી હાથ ધરી હતી અને લગભગ ૨ કલાકના પ્રયાસ બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *