સવાણી પટેલ પરિવાર દ્વારા પ્રીમિયમ લીગ 2025 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

Featured Video Play Icon
Spread the love

સવાણી પટેલ પરિવાર દ્વારા પ્રીમિયમ લીગ 2025 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
ટુર્નામેંટનો હેતુ યુવાનો અને બાળકોને એક બીજા સાથે જોડવાનો હતો
વિજેતા ટીમ માટે અલગ અલગ કેટેગરીમાં વિજેતા ટ્રોફીનું ઈનામ
આગામી સમયમાં મહિલા ક્રિકેટ અને અન્ય રમત માટેના આયોજનની તૈયારી

સુરતમાં સવાણી પટેલ પરિવાર દ્વારા પ્રથમ વખત તા.19 અને 20 એપ્રિલ 2025 દરમિયાન બે દિવસીય પ્રીમિયમ લિગ 2025 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ રમતના માધ્યમથી યુવાનોને એક બીજાને નજીક લાવવાનો હતો.

દેશમાં IPL 2025 જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ગુજરાત અને સુરતમાં ઘણા પરિવારો દ્વારા પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં સવાણી પટેલ પરિવાર દ્વારા ખૂબ જ ભવ્ય રીતે અને પ્રથમ વખત પ્રીમિયમ લિગ 2025 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા.19 અને 20 એપ્રિલ 2025 એમ બે દિવસ માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેંટનો હેતુ સ્નેહમિલનની સાથે યુવાનો અને બાળકોને એક બીજા સાથે જોડવાનો હતો. આ ક્રિકેટ ક્રિકેટ ટુર્નામેંટ થકી ઘણા પરિવારના યુવાનો એક બીજાના પરિચયમાં આવ્યા છે અને એકબીજાને ઓળખતા થયા છે. ટુર્નામેંટમાં દર્શકો તરીકે બાળકો, વડીલો અને બહેનો ભારે ઉત્સાહ સાથે ઉપસ્થિત રહી હતી. આ પ્રીમિયમ લીગમાં કુલ 8 ટીમો સહભાગી થઈ હતી. જેમાં વિજેતા ટીમ માટે અલગ અલગ કેટેગરીમાં વિજેતા ટ્રોફીનું ઈનામ રાખવામાં આવ્યું હતું. તેમજ આગામી સમયમાં મહિલા ક્રિકેટ અને અન્ય રમત માટેનું પણ આયોજન કરવાની તૈયારી બતાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *