સુરતમાં વીમા કંપનીના નામે 21લાખથી વધુ પડાવ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વીમા કંપનીના નામે 21લાખથી વધુ પડાવ્યા
સુરત સાયબર ક્રાઇમેં આરોપીને દિલ્હીથી પકડી પાડ્યો
પોલીસે અમિત વિદ્યાનંદ ઠાકોરની ધરપકડ કરી

સુરતના સાયબર ક્રાઇમ પોલીસે વીમા કંપની માંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદીના જૂની પોલિસીના રૂપિયા પરત મેળવવા માટે 21,97,000 થી વધુ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેનાર આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે સાઇબર ક્રાઇમ પોલીસે જણાવ્યું હતું કે સુરતમાં એક વ્યક્તિને ફોન કરી વીમા કંપનીની પોલીસી માંથી બોલતા હોવાનું જણાવી ખોટી ઓળખ આપી અલગ અલગ વીમા કંપનીઓમાં ફરિયાદીના નામે તથા તેમના પરિવારના સભ્યોના નામે 10 પોલિસીઓ લેવડાવી અને પોલીસીના રૂપિયા પરત મેળવવા અલગ અલગ ચાર્જ આપવો પડશે તેમ કહી 21,97,000 થી વધુ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી ફરિયાદી સાથે ઠગાઈ કરી હતી. આ બાબતે ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે અમિતકુમાર વિદ્યાનંદ રઘુનંદન ઠાકોરની દિલ્હી ખાતેથી ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે , છેતરપિંડી કરનાર વ્યક્તિ મોબાઇલ ફોન અથવા ઈમેલ દ્વારા સંપર્ક કરી વ્યક્તિને વિશ્વાસમાં લેતા કે તમારા અને તમારા કુટુંબીજની જૂની વીમા પોલિસી પાકી ગઈ છે. અથવા વીમા પોલિસીમાં સારું રિફંડ મળે છે તેવી લોભામણી લાલચ આપી વિમાની પાકેલી રકમ મેળવવા માટે ડિફરન્સ પેટે સિક્યુરિટી ડિપોઝિટ પેટે વીમાના પેનલ્ટી પેટે અને અલગ અલગ કંપનીની ખોટી પોલીસી લેવડાવાના બહાના હેઠળ નાણા પડાવી લેતા હતા હાલ પોલીસે આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *