સુરતમાં વધતી ગુનાખોરીને લઈ હવે ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફૂટ પેટ્રોલિંગ સાથે સરપ્રાઈઝ વાહન ચેકિંગ
બાઈક, કાર અને શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી
સુરતમાં વધતી ગુનાખોરીને લઈ હવે ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી હોય તેમ લિંબાયત વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફૂટ પેટ્રોલિંગ સાથે સરપ્રાઈઝ વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. શંકાસ્પદ લોકો અને વાહનોની તપાસ કરી હતી.
સુરત શહેરમાં વધતી ગુનાખોરી અને અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે ક્રાઈમ બ્રાન્ચ મેદાને ઉતરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લિંબાયત વિસ્તારમાં ખાસ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા મુખ્ય માર્ગો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સરપ્રાઈઝ વાહન ચેકિંગ પણ હાથ ધરાયું હતું. જેમાં બાઈક, કાર અને શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી હતી. વાહનના દસ્તાવેજો, નંબર પ્લેટ તેમજ વાહનમાં રહેલા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરીથી વિસ્તારમાં પોલીસ પ્રત્યે લોકોમાં સુરક્ષાની લાગણી જોવા મળી હતી. સાથે જ અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવા ચેકિંગ અને પેટ્રોલિંગ વધુ કડક બનાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
