અમદાવાદમાં 148 મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં 148 મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા, આખી રાત ભગવાન પરિસરમાં રહ્યા
ભગવાન જગન્નાથજીની નજર ઉતારવામાં આવી.
શુભ મુહૂર્તમાં ભગવાન મંદિરમાં બિરાજમાન થયા.
ખાડિયામાં એક ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ મચી હતી

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા સંપન્ન થઈ છે, ભગવાને ભાઈ બહેન સાથે આખી રાત રથમાં વિતાવી છે, પત્ની મૂકીને નગરચર્યા કરતા રુક્ષ્મણીજી થયા હતા નારાજ અને રિસાયેલા રૂક્ષ્મણીજીએ ભગવાનને મંદિરમાં ન આપ્યો પ્રવેશ, રથમાં બિરાજમાન ભગવાનના દર્શન કરવા પહોંચ્યા ભક્તો.

રથમાં બિરાજમાન ભગવાનની થશે રથમાં જ આરતી અને ભગવાનની નજર ઉતારી મંત્રોચ્ચાર સાથે તેમને મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા, મંદિરમાં બિરાજમાન કરી ભગવાનની વિશેષ આરતી ઉતારવામાં આવી, રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો રથ પર આખી રાત મંદિરની બહાર રાખવામાં આવ્યા હતા. આ પાછળ એક ચોક્કસ કારણ છે. ભગવાનના પત્ની રુક્ષ્મણીજી તેમનાથી રિસાયા હોવાથી ભગવાન જગન્નાથને મંદિરની બહાર તેમના ભાઈ-બહેનની સાથે રાતવાસો કરવો પડે છે. બીજા દિવસે સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં આરતી બાદ જ ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે. રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઇ અને બહેનને લઇને નગરચર્યા કરવા જાય છે. તેઓ પત્ની રુક્ષ્મણીજીને સાથે નથી લઇ જતા. જેના કારણે પત્ની ભગવાનથી રિસાઇ ગયા હતા અને ત્રણેવ ભગવાનને રથયાત્રાની રાતે મંદિરમાં પ્રવેશ આપ્યો ન હતો. નિજ મંદિરમાં રથ પહોંચ્યા બાદ ભગવાનની નજર ઉતારવાનુ કામ સૌથી પહેલા કરવામાં આવે છે.

મુખ્યમંત્રીએ રથયાત્રાના આયોજનને લઈને મંદિર ટ્રસ્ટ અને ફરજ પર તૈનાત પોલીસની કામગીરી પ્રશંસા કરી. ભગવાનના દર્શન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ જણાવી સાથે એ પણ સૂચન કર્યું કે ભક્તજનોને કોઈ મુશ્કેલી ના પડે તે રીતે રથયાત્રાની શોભાયાત્રા નગરમાં નીકળે ત્યારે વિશેષ ધ્યાન રાખવામાં આવે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ કચ્છી નવા વર્ષની પણ શુભેચ્છા પાઠવી. ભગવાન જગન્નાથ દર્શન કરી મુખ્યમંત્રીએ ભગવાનને સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *