સુરતમાં રથયાત્રાને લઈ તાત્કાલિક બસ સેવા બંધ કરાઈ
આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે સાત જગ્યાએ રથયાત્રાનું આયોજન
ટ્રાન્સપોર્ટ કમીટી ચેરમેન સોમનાથ મરાઠેએ આપી માહિતી
આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે સુરતમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે,
સુરતમાં અલગ અલગ સાત જેટલા સ્થળો થી ભગવાન જગન્નાથની રથયાત્રા ની ભવ્ય તૈયારીઓ કરવા આવી છે, આ અંગે ટ્રાન્સપોર્ટ કમીટી ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે રથયાત્રાને ધ્યાને રાખી તંત્ર સતર્ક છે અને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે ટ્રાફિકની વ્યવસ્થાને ધ્યાને રાખી પાલિકા દ્વારા સિટી અને બીઆરટીએસ બસોની સેવા પણ અમુક રૂટ પર બંધ રાખવામાં આવી છે જ્યારે અમુક રૂટ ટૂંકાવી દેવાઈ છે, રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે છે. જેને ધ્યાને રાખી પાલિકાએ સુરત રેલવે સ્ટેશનથી ડિંડોલી, પાંડેસરા, આભવા ગામ, વિવેકાનંદ કોલેજ, ભરથાણા, ખજોદ, પાલનપુર, યુનિવર્સિટી, રાંદેરગામ, વરિયાવ ગામ, કાપોદ્રાની બસો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ચોકથી લક્ષ્મીધામ સોસાયટી, ગોડાદરા ગામ, લાજપોર, સચિન, વૈષ્ણોદેવી ટાઉનશિપ, ડિંડોલી, વરિયાવગામ, ભેંસાણગામ, મકાઈ પુલથી ભેંસાણ ગામ, કોસાડથી યુનિવર્સિટી, સુમન દર્શનથી લિંબાયત ખરવર નગરથી ડભોલી, ઈસ્કોનથી યુનિવર્સિટી, અડાજણ બસ સ્ટેશનથી રેલ્વે સ્ટેશન લૂપ, લિંબાયતથી સરથાણા નેચર પાર્ક, રેલવે સ્ટેશનથી ગેઇલ ઈન્ડિયા અને ચીકુવાડી પોઇન્ટથી બુડિયા ગામ સુધીના રૂટ બંધ રાખવામાં આવશે.જ્યારે ઉધના દરવાજાથી સચિન જીઆઈડીસી બીઆરટીએસ ખરવરનગર સુધી, સુરત સ્ટેશનથી કડોદરા બીઆરટીએસ એપીએમસી સુધી અને વેડગામની બસ લાલદરવાજા સુધી કાર્યરત રહેશે.સાથે જ એરપોર્ટ માટેની સુરત સ્ટેશનની બસ અઠવા ચોપાટી સુધી જ્યારે ચોક ટર્મિનલથી ડુમસ લંગર અને ભીમપોરની બસ અઠવા ચોપાટી સુધી દોડશે.