માંડવી નગરમાં ભાજપને મોહલ્લા, ખાટલા બેઠક યોજી
વિકસિત ભારતના અમૃતકાળ સેવા, શુંશાસન, ગરીબ કલ્યાણના 11 વર્ષ
70 વર્ષથી વધુ ઉંમરના વડીલોને “આયુષ્માન વય વંદના કાર્ડ” બનાવ્યા
માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારતના અમૃતકાળ સેવા, શુંશાસન, ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત મોહલ્લા, ખાટલા બેઠક યોજાઈ.
વિકસિત ભારતનો અમૃતકાળ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત મોહલ્લા, ખાટલા બેઠક આજરોજ માંડવી નગર ભાર્ગવ સમાજની વાડી ખાતે શક્તિકેન્દ્ર – 1 હાઈસ્કૂલની તેમજ તાપી શક્તિ કેન્દ્ર 2 ની ખેંગાર ફળિયા ખાતે બેઠક રાખવામાં આવી. જેમાં આયુષ્માન ભારત કાર્ડ અંતગર્ત 70 વર્ષથી વધુ ઉંમરના વડીલોને “આયુષ્માન વય વંદના કાર્ડ” બનાવી અને ekyc પણ કરવામાં આવ્યું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં 70 વર્ષથી વધુના ભાઈ બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ પ્રમુખ નટુભાઈ રબારી, પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહે સંકલ્પથી સિદ્ધિની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
ગુજરાત પ્રદેશ મન કી બાત દક્ષિણ ઝોનના ક્ષેત્રીય સંયોજક પારેખ, સુરત જિલ્લા ભાજપ મંત્રી ડો. આશિષ ઉપાધ્યાય, તેમજ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, બુથ પ્રમુખો, બુથ સમિતિના સભ્યો, તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા..