પોલીસે ધવલ ભૂતવાલા અને યોગેશ પાટણવાડીયાની ધરપકડ કરી
પોલીસે દારૂની 103 બોટલો કબજે કરી
સુરતની પીસીબી પોલીસે વિદેશી દારૂની બોટલો સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂની 103 બોટલો કબજે કરી છે.
આ અંગે પીસીબી પોલીસની ટીમ એ માહિતી આપતા જણાવ્યું હતું કે, તારીખ 10 /4 /2025 ના રોજ પીસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ શિવ કૃપા સોસાયટી ઘર નંબર 5 ના પાર્કિંગમાં એક કારમાં અને એક ઇકો કારમાં વિદેશી દારૂ ભરેલો છે. જેથી પોલીસે બાતમીના આધારે તપાસ કરી હતી. ત્યારે બે ઇસમો કાર પાસેથી ઝડપાયા હતા. પોલીસે ધવલ રાજુભાઈ ભૂતવાલા અને યોગેશભાઈ રાવજીભાઈ પાટણવાડીયાની ધરપકડ કરી છે. પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 103 જેટલી બોટલ મળી હતી જેની કિંમત ₹1,56,000 જેટલી થાય છે. પોલીસે દારૂ અને અન્ય મુદ્દા માલ મળી 7.77 લાખથી વધુ નો મુદ્દા માલ કબજે કર્યો છે. આ સાથે દારૂનો જથ્થો મોકલનાર મનીયો નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે.હાલ પીસીબી પોલીસે આરોપીઓ વિરુદ્ધ અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.