બિકાસ પરીડા અને ચંદ્રમણી પ્રધાનની દરપક્ડ
બન્ને આરોપીઓ ઓડિસાના ગંજામ જિલ્લાના વાતની
સુરતની સારોલી પોલીસે 18 કિલો થી વધુ ના ગાંજા સાથે બે ઇસમોની ધરપકડ કરી છે. પોલીસે એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સારોલી પોલીસને બાતમી મળી હતી કે કડોદરા ચોકડી થી નિયર ચેક પોસ્ટ તરફ આવતા બે ઈસમો ગાંજાના જથ્થા સાથે આવે છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન પોલીસે બિકાસ કંદર્પ પરીડા અને ચંદ્રમણી પ્રભાકર પ્રધાનને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીઓ પાસેથી 18.177 kg ગાંજો ઝડપી પાડ્યો હતો. જેની કિંમત ₹1,81,000 થી વધુ થાય છે પોલીસે આરોપીઓને ગાંજો આપનાર ભુવા પાંડી ને વોન્ટેડ જાહેર કર્યો છે હાલ પોલીસે આરોપીઓ આ ગાંજાનો જથ્થો કોને આપવાના હતા અને ક્યાં વેચાણ કરવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.