આરોપી યુવકે યુવતીની સગાઇ તોડાવી નાખી
પોલીસે નવનીત પ્રમોદ ઝા સામે દુષ્કર્મની નોંધી
સુરતની યુવતી સાથે દુષ્કર્મ આચરી મુંબઈના સબંધી યુવાને તરછોડી અન્ય સાથે સગાઈ તોડાવી નાખનાર યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતી યુવતીને તેના સંબંધી યુવકે પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ લગ્ન નહી કરી તરછોડી દીધા બાદ યુવતીની અન્ય જગ્યાએ સગાઇ થઇ હતી તે પણ તોડાવી નાખી હતી. અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતી યુવતીએ તેના સંબંધી નવનીત પ્રમોદ ઝા સામે દુષ્કર્મની અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તેણીએ જણાવ્યું હતું કે યુવતી જ્યારે માત્ર ૧૬ વર્ષની હતી ત્યારે તેના સંબંધી યુવકે ૧૧/૨/૨૦૨૧ ના રોજ તેની સાથે મિત્રતા કરી અને બાદમાં તેની સાથે પ્રેમ સંબંધ બાંધીને લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ નવનીત ઝાએ છ મહિના બાદ સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી હોટલમાં યુવતીને લઈ ગયો હતો. જ્યાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જો કે ત્યારબાદ નવનીત ઝા તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.આ દરમિયાન યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થઈ ગઈ હતી પરંતુ નવનીત ઝા ત્યાં પણ વચ્ચે પડી સગાઈ તોડાવી નાખી હતી. અને યુવતીને હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નવનીત ઝા સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.