સુરતની લિંબાયત પોલીસે મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની લિંબાયત પોલીસે મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો
348 મોબાઈલ તથા મધરબોર્ડ, સીમકાર્ડ અને બેટરી સહિત મુદામાલ
કામીલ સલીમ મલીકને આંતરી ઝડપી લીધો

સુરતની લિંબાયત પોલીસે લાખોની કિંમતના 348 મોબાઈલ તથા મધરબોર્ડ, સીમકાર્ડ અને બેટરી સહિત 8 લાખ 37 હજારથી વધુના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિસનર કાનન દેસાઈ સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ જેજી ચારણ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો અજીતસિંહ અને અહેકો લક્ષ્મણભાઈને મળેલી બાતમીના આધારે મોપેડ પર થેલીઓમાં મોબાઈલ સહિતની વસ્તુઓ લઈ નીલગીરી સર્કલ પાસેથી પસાર થતા કામીલ સલીમ મલીકને આંતરી તેની ઝડતી લેતા તેની પાસેથી 348 મોબાઈલ ફોન, મધરબોર્ડ, સીમકાર્ડ અને બેટરીઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પુછપરછ કરતા રીઢાએ કબુલાત કરી હતી કે અલગ અલગ ચોરો પાસેથી તેણે ચોરીના મોબાઈલ ખરીદી કર્યા હતા અને પોતાના ઘરે લાવી સ્પેર પાર્ટસ અલગ કરી દિલ્હી ખાતે વેચાણ કરતો હતો. હાલ તો લિંબાયત પોલીસે રીઢા ચોરને ઝડપી ખટોદરા અને ઓરિસ્સાના કોરાપુટ ટાઉન પોલીસ મથકના બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *