સુરતની ડિંડોલી પોલીસે મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની ડિંડોલી પોલીસે મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
યુવકો વચ્ચે બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો
એક યુવકને ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી

સુરતની ડિંડોલી પોલીસે ડિંડોલી વિસ્તારમાં થયેલ મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 24 મી મેની રાત્રે ભેસ્તાન આવાસ વિસ્તારમાં જૂની શાકભાજી માર્કેટ પાસે કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો. આરોપીઓએ ગાળાગાળી કરી લાકડાના ફટકા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં એક યુવકને ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. ઘટનાને લઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર રમાર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ પીએલ વાઘેલાની ટીમ પીએસઆઈ એલએચ મસાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યારે એએસઆઈ અરવિંદ અને અહેકો મિલીંદને મળેલી બાતમીના આધારે બે આરોપીઓ મોહિયુદ્દીન શેખ અને અએનિશખાન પઠાણને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *