સુરત : ગુજરાત સરકાર દ્વારા રોજ બેગ લેડ ડે ની
સુરત સહિત સમગ્ર રાજ્યમાં આ પરિપત્ર લાગુ થશે
પરિપત્ર અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ મીડિયા સાથે વાત કરી
ગુજરાત સરકાર દ્વારા શનિવારના રોજ બેગ લેડ ડે ની જાહેરાત કરી છે ત્યારે સુરત સહિત સમગ્ર રાજ્યમાં આ પરિપત્ર લાગુ થશે. તો આ અંગે સુરતના જિલ્લા શિક્ષણાધિકારીએ મીડિયા સાથે વાત કરી હતી. અને ગુજરાત સરકારના આ નિર્ણયને વિદ્યાર્થીઓના હિતમાં જણાવ્યુ હતું.
ગુજરાત સરકાર દ્વારા પહેલી જુલાઈથી હવે દર શનિવારે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે બેગ લેસ ડે અને જોય ફુલ સેટર ડેની ઉજવણી કરવા પરિપત્ર જાહેર કર્યો છે જેને લઈ આ જુલાઈ માસથી જ સુરત સહિત ગુજરાતની તમામ શાળાઓમાં આ નિયમ લાગુ થશે. વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય સુધારવા અને ભાર વગરનુ ભણતર આપવાના આશય સાથે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય કર્યો હોવાનું સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગીરથસિંહ પરમારએ જણાવ્યુ હતું.