સુરત : વેસુ પોલીસે ગુમ થયેલ બાળકને ગણતરીનાં કલાકોમાં શોધી કાઢતી
ઓએનજીસી નગર ખાતેથી 11 વર્ષનો છોકરો શિવાંસ ગુમ થઈ ગયો હતો
પોલીસે અલગ અલગ ટીમે બનાવી બાળકને શોધી માતાને સોપ્યો
સુરતની વેસુ પોલીસે ગુમ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરત પરિવારને સોંપતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરતના વેસુ પોલીસ મથકમાં નેહાબેન ઉપેન્દ્રસિંહ લહેરીસિંહ રાજપુતએ જણાવ્યુ હતું કે તેઓના વેસુ ખાતે આવેલ ઓએનજીસી નગર ખાતેથી તેમનો 11 વર્ષનો છોકરો શિવાંસ ગુમ થઈ ગયો છે જે માહિતીના આધારે તાત્કાલિક વેસુ પી.આઈ. જે.આઈ. પટેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન રિસોર્સ વર્ક આઉટના આધારે બાળકને ગણતરીના કલાકોમાં સોંધી કાઢ્યો હતો. અને તેના માતાપિતાને સોંપતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.