સુરત : ઉત્રાણ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એકની કરી ધરપકડ
પોલીસથી બચવા માટે અવનવા અખતરા કરતા બુટલેગરો
સેન્ટીંગની આડમાં દારૂ સંતાડી લાવામાં આવતો હતો
ટેમ્પોના પાછળના ભાગે ચોર ખાનું બનાવી કરતો હતો હેરફેર
પોલીસે વેલંજા રંગોલી ચોકડી પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
સુરતમાં દારૂબંધીના બુટલેગરો ખુલ્લેઆમ ધજાગરા ઉડાડે છે ત્યારે ઉત્રાણ પોલીસે વેલંજા ગામ ચોકડી પાસેથી ટેમ્પામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
સુરતમાં વર્ષોથી દારૂબંધી હોવા છતા કેટલાક બુટલેગરો ખુલ્લેઆમ દારૂનો વેપલો કરે છે ત્યારે આવા જ બુટલેગરોને ઝડપી પાડવા પોલીસ પણ મેદાને આવી ગઈ છે. તો સુરતની ઉત્રાણ પોલીસે લાખોનો દારૂ ઝડપવામાં સફળતા મળી હતી. ઉત્રાણ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વેલંજા ગામ ચોકડી પાસેથી ટેમ્પામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તો બુટલેગરોએ પોલીસથી બચવા ટેમ્પોમાંચોર ખાનુ બનાવ્યુ હતું.