બારડોલી રાજપૂત સમાજ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન,

Featured Video Play Icon
Spread the love

બારડોલી રાજપૂત સમાજ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન,
700થી વધુ મહિલાઓએ ભાગ લઈ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને યુવા સંગઠન દ્વારા ગરબા મહોત્સવ નું આયોજન કરાયું હતું. ગરબા મહોત્સવ માં સુરત , તાપી , નવસારી , ભરૂચ જિલ્લા માંથી કુલ 55 ટિમો ભાગ લઈ 700 થી વધુ મહિલા સભ્યો ભાગ લઈ મહિલા શશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને યુવા સંગઠન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નું કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજ ની મહિલા સંગઠન મજબૂત બને એ હેતુ સાથે ગરબા મહોત્સવ નું બારડોલી ટાઉન હોલ ખાતે આયોજન કરાયું હતું. સુરત અને તાપી, નવસારી, ભરૂચ જિલ્લા માંથી રાજપૂત સમાજ ની મહિલાઓ મોટી સંખ્યા માં જોડાઈ હતી. આ ગરબા મહોત્સવ માં 55 જેટલી ટિમો એ ભાગ લીધો હતો. તમામ ટિમો એ રાસ , ગરબા , શેરી ગરબા ની આહલાદક કૃતિ ઓ રજૂ કરી હતી. અને 700 થી વધુ મહિલાઓ ને મંચ આપવા માટે રાજપૂત સમાજ ના શ્રેષ્ઠ સંગઠન નું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

રાજપૂત સમાજ એક મંચ ઉપર આવી સંગઠન શક્તિ પણ મજબૂત બને તે હેતુ સાથે આયોજન કરાયાં નું સમાજ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ સોલંકી એ મત વ્યક્ત કર્યો હતો. રાજપૂત સમાજ ની મહિલા ઓ એક જગ્યા એ ભેગી તે હેતુ સાથે ગરબા મહોત્સવ નું આયોજન કરાયું હતું . ગરબા મહોત્સવ માં ગરબા મહોત્સવ સાથે સાથે દાતા ઓ નું સન્માન કરાયું હતું. વિસ્તાર ના અનેક સામાજિક , સહકારી , રાજકીય અગ્રણીઓ નું પણ બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું હતું.

ગરબા મહોત્સવ માં ભાગ લેનાર માટે સ્પર્ધા નહીં પરંતુ ભાગ લેનાર તમામ ને બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને યુવા સંગઠન ટિમ દ્વારા લ્હાણી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ માટે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ  યુવા સંગઠન ટિમ તેમજ મહિલા ટિમ એ ભારે જહેમત વડે કાર્યક્રમ ને સફળતા અપાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *