સુરતીઓના પોતિકા તહેવાર ચંદની પડવાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સુરતીઓના પોતિકા તહેવાર ચંદની પડવાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
સુરતીઓ હજ્જારો કિલો ઘારી અને ભુંસુ આરોગશે
સુમુલ ડેરી દ્વારા આશરે 100 ટન ઘારીનું વેચાણનો નિર્ધાર કરાયો

સુરતીઓના પોતિકા તહેવાર ચંદની પડવાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે. દર વર્ષે સુરતીઓ હજ્જારો કિલો ઘારી અને તેની સાથે ભુંસુ આરોગી જાય છે. ત્યારે આ વર્ષે પણ ચંદની પડવાને લઈ સુમુલ ડેરી દ્વારા આશરે 100 ટન ઘારીનું વેચાણનો નિર્ધાર કરાયો છે.

સુરતીઓના પોતિકા તહેવાર ચંદની પડવાની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ગ્રાહકોની ભીડ ઘારી ખરીદવા જોવા મળી રહી છે. ત્યારે સુરતીઓની તંદુરસ્તીનો રાજ એટલે સુમુલ ડેરી દ્વારા પણ છેલ્લા ઘણા વર્ષોથી ઘારીનું ઉત્પાદન થાય છે. હાઈજેનિક પદ્ધતિથી બનાવાતી સુમુલ ડેરીની ઘારી ખરીદવા ગ્રાહકો પણ ઉમટી પડે છે. સ્વાદિષ્ટ સુમુલ ડેરીની પિસ્તા ઘારી લેવા માટે ગ્રાહકો પડાપડી કરી રહ્યા છે. તો વિદેશોમાં પણ સુમુલ ડેરીની ઘારી એક્સપોર્ટ થાય છે. સાથે સુગર ફ્રી ઘારી પણ કિફાયતી ભાવે ખરીદવા ગ્રાહકો સુમુલ ડેરી ખાતે પહોંચી રહ્યા છે. સુમુલ ડેરીએ આ વખતે આશરે 100 ટન ઘારી વેંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *