સુરત-દુબઈ ઇન્ડિગો ફ્લાઇટનું અમદાવાદમાં ઇમર્જન્સી લેન્ડિંગ
મધદરિયે એન્જિનમાં સમસ્યાને પગલે પાઇલટે પ્લેન ડાઇવર્ટ કર્યું
યાત્રીએ કહ્યું પાયલટની સૂઝ-બૂઝથી લોકોનો જીવ બચ્યો
સુરત-દુબઈ ઈન્ડિગો ફ્લાઇટનું અમદાવાદમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાયુ હતું. કારણ કે મધદરિયે એન્જિનમાં સમસ્યાને પગલે પાઇલટે પ્લેન ડાઇવર્ટ પ્લેનમાં સવાર મુસાફરોના જીવ બચાવ્યા હતાં.
સુરતથી દુબઈ જઈ રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટમાં એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાતાં એને અમદાવાદમાં ડાઇવર્ટ કરીને ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. આ ઘટનાને કારણે ફ્લાઇટમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, જોકે પાઇલટની ત્વરિત અને સમયસરની કાર્યવાહીને લઈ મુસાફરોનો જીવ બચ્યો હતો. તો ઈન્ડિયોની ફ્લાઈટમાં સુરતથી દુબઈ જઈ રહેલા સુરત જિલ્લાના માંગરોળના પાલોદ ગામના યુવાન મોઈસ શેખે વિડીયો બનાવી આ અંગે જાણકારી આપી હતી. હાલ તો યાત્રીઓએ પાયલટની સુઝબુઝથી તમામનો જીવ બચ્યો હોવાનુ કહ્યુ હતું.
