સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રીઢા આરોપીઓને પકડ્યા
ઝડપાયેલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
મુંબઈમાં હથિયારો સાથે ધાડ અને વલસાડ રેલવે આંગડિયા લૂંટમાં હતા સામેલ
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વર્ષ 2022 માં મુંબઈમાં હથિયારો સાથે ધાડ તેમજ વલસાડ રેલવે આંગડિયા લૂંટના ગુનાઓમાં રીઢા આરોપીઓને હાથ બનાવટ ની દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનરે સુરત હદ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ગેરકાયદે હથિયારો લઈને ફરતા ગુનેગારો પર વોચ રાખવાના આદેશ આપ્યા હતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમને બાતમી મળી હતી કે જહાંગીરપુરા નવા ગૌરવ પથ રોડ પર આવેલ ધનુષ બંગલોઝ ની સામે કેટલાક ઈસમો હથિયાર સાથે બેઠા છે જેથી પોલીસે બાતમી વાળી જગ્યા પર તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસે આરોપીઓના કબજા માંથી એક દેશી હાથ બનાવટનો તમંચો એક પિસત્તોલ , બે જીવતા કાર્તિઝ કબજે કર્યા હતા. પોલીસે જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા રાજ બહાદુર યાદવ ગુલશન ઉર્ફે ટીંકુ કુમાર દેવેન્દ્ર પટેલ નિલેશ ઉર્ફે અજીત જીતેન્દ્ર દુબે રત્નેશ્વર ગગન અનિલકુમાર રાજપુત ની ધરપકડ કરી છે આરોપીઓ થોડા સમય પહેલા જ અલગ અલગ ગંભીર ગુનાઓમાં જેલમાંથી છૂટીને બહાર આવ્યા હતા અગાઉ આરોપીઓ હત્યા હત્યા ની કોશિશ લૂંટ ધાડ આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં અલગ અલગ જગ્યાએ પકડાયા હતા સુરત વલસાડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે આ અંગે આરોપીઓને પૂછપરછ ચાલુ છે આ આરોપીઓ હથિયારો મેળવી લૂંટ કરવાના પ્લાન કરતા હતા અને તે માટે તેમને હથિયારો પણ મેળવી લીધા હતા જો કે સુરતમાં કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે પકડી પાડ્યા છે પકડાયેલા ઈસમો રીઢા ગુનેગાર છે. જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા વિરુદ્ધ સુરતના ડીંડોલી પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો જ્યારે ગુલશન કુમાર દેવેન્દ્ર પટેલ વિરુદ્ધ સુરતના રેલ્વે પોલીસ મથક , ડીસીબી પોલીસ મથક વલસાડ રેલવે પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા હતા જ્યારે નિલેશ ઉર્ફે અજીત જીતેન્દ્ર ડુબે વિરુદ્ધ સુરત સચિન જીઆઇડીસી પોલીસ અને લિબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો. આ સાથે રત્નેશ ઉર્ફે ગગન અનિલ કુમાર સિંગ વિરુદ્ધ મુંબઈના મુલુંડ પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો. આરોપી તેના વતનમાં ખૂનની કોશિશના પકડાઈ ચુક્યો છે