સુરત ક્રાઈમ બ્રાન્ચ ઈકો સેલ દ્વારા કરોડોની જમીન ઠગાઈમાં ત્રણ આરોપીની ધરપકડ

Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચ ઈકો સેલ દ્વારા કરોડોની જમીન ઠગાઈમાં ત્રણ આરોપીની ધરપકડ
નકલી સરકારી દસ્તાવેજ બનાવી 12 કરોડની છેતરપિંડી કરનાર ત્રિપુટી ઝડપાઈ
કરોડોની સરકારી જમીન વેચાણના નકલી ડોક્યુમેન્ટ કાંડમાં ત્રણની ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે સરકારી કરોડોની જમીન વેંચવા નકલી ડોક્યુમેન્ટ બનાવનાર ત્રણને ઝડપી પાડ્યા હતાં.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલ એટલે કે આર્થિક ગુન્હા નિવારણ શાખા પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા કરમશીભાઈ અવારનવાર ગાંધીનગર જતા હતા. તેઓ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ વચ્ચે તેમનો પરિચય લક્ષ્મણ ગાયડનાથ યોગી સાથે થયો હતો. તે પણ જમીન દલાલીનું કામ કરે છે. ત્યારબાદ એક પછી એક કરીને તમામ છ આરોપીઓ કરમશીભાઈના સંપર્કમાં આવ્યા અને છ આરોપીઓએ મળીને કરમશીભાઈને સરકારી જમીન સસ્તામાં અપાવવાની લાલચ આપી હતી. અને આ ટોળકીએ વેપારીને વિશ્વાસમાં લેવા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ, સુરત જિલ્લા કલેકટર કચેરી અને અન્ય સંબંધિત સરકારી વિભાગોના નામના બનાવટી લેટરહેડ, ખોટા સિક્કા અને અધિકારીઓની બોગસ સહીઓ વાળા પત્રો તૈયાર કર્યા હતા. આ પત્રો એવા આબેહૂબ બનાવવામાં આવ્યા હતા કે પ્રથમ નજરે તે અસલી સરકારી દસ્તાવેજ જ લાગે. આ પત્રોમાં એવો ઉલ્લેખ કરાયો હતો કે, સદરહુ જમીન ફરીયાદીના નામે તબદીલ કરવાની પ્રક્રિયા ચાલુ છે અથવા આ જમીનનો કબજો સોંપવા બાબત જેવા ભ્રામક સરકારી લખાણો હતાં. આ સરકારી કાગળો જોઈને ફરીયાદી કરમશીભાઈ સંપૂર્ણપણે વિશ્વાસમાં આવી ગયા કે આ ટોળકી ખરેખર સરકારમાં સેટિંગ ધરાવે છે અને તેમનું કામ થઈ જશે. આ વિશ્વાસના આધારે તેઓએ ટોળકીને અલગ-અલગ સમયે 12 કરોડની માતબર રકમ ચૂકવી દીધી હતી. જો કે વેપારીને આ ટોળકી ઠગ હોવાનો અહેસાસ થતા આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમે ત્રણ ઠગ આરોપીઓ રતનસિંહ લાલસિંહ ઠાકોર, સંગ્રામસિંહ બાદરસિંહ ઠાકોર, અને સંજયસિંહ બાદરસિંહ ઠાકોરની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *