ફેસબુક પોસ્ટમાં અસભ્ય કમેન્ટ્સ કરનાર સામે ફરિયાદ કરનાર જાગૃત નાગરિક સંજય ઇઝાવા.

Spread the love

તાજેતરમાં રીલીસ થયેલ હિન્દી મુવી “ધ કેરલા સ્ટોરી” અંગે સંજય ઇઝાવા પોતાના ફેસબુક પેજપર એક આંકડાકીય વિશ્લેષણ સાથે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી એક પોસ્ટ મુકવામાં આવેલ હતી. જે પોસ્ટ બિલકુલ સંસદીય ભાષામાં લખેલ છે અને કોઈ વ્યક્તિગત આક્ષેપ વગરની છે. સોશિયલ મીડિયામાં ઇઝાવાના ફોલોવર્શો અને અન્ય વ્યક્તિઓ દ્વારા ઘણી પોસ્ટ અંગે સપોર્ટમાં અને વિરોધમાં કમેન્ટ્સ કરતાં હોય છે. પણ “ધ કેરલા સ્ટોરી” માં બિન સંસદીય, સમાજને ઉશ્કેરાઈ તેમ, નગ્નતા ધરાવતા, અન્ય વાચકોને શરમમાં મુકે તેવી ગાળા ગાળી કમેન્ટ્સ અને ફોટો સાથેની કમેન્ટ્સ કરીને કાયદાઓનો ભંગ કરવાના આક્ષેપ સાથે અડાજણ પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશ્નર સુરતનાઓને લેખિત ફરિયાદ કરી યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબની કલમોનો ભંગ બદલ કાર્યવાહીની માંગ કરવામાં આવેલ છે. સોશ્યિલ મીડિયા / ઇલેક્ટ્રોનિક મીડિયામાં બિન સાંસદીય અને અસભ્ય કમેન્ટ લખનાર સામે Indian Penal Code, 1980 ના I. Section 354A, II. Section 503, III. Section 509, IV. Section 292, V. Section 298, VI. Section 354A, VII. Section 354D, VIII. Section 499 મુજબ તથા Information Technology Act, 2000 મુજબ I. Section 66E, II. Section 67, III. Section 67A મુજબ ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરાવવા ફરિયાદ કરી છે.

22 જેટલા વ્યક્તિઓ સામે વાંધાજનક કમેન્ટ્સ બદલ ફરિયાદ કરી તપાસની માંગ કરી છે.
1. Ashvin Patel
2. Sanju Baba
3. Jeetendra Dalvani
4. Mehul Sonani
5. Jay Panchal
6. Kababhai Bav Bhai Dobariya
7. Sagar Patil
8. Mehul Chauhan
9. Jayesh Sadhu
10. Kanti Bhanderi
11. Amit Patel Pradip Chaudhari
12. Santani Hindu Thakor Gopal
13. Shantnu Jivani
14. Mukesh Pansuriya
15. Jay Panchal
16. Nishant Vasoya
17. Hiten Mehta
18. Deepu Bareiya
19. Sanatani Yodha
20.Bhavesh Bhavnagari
21. Mahendra Gohil
22.Sanjay Rajgor
ઉપરના તમામ નામવાળી પ્રોફાઈલ્સ IPC અને Information Technology Act ના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવેલ છે. આ તમામ કમેન્ટ્સ દર્શાવતા સ્ક્રીનશોર્ટ સાથે સંજય ઇઝાવા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. નિયમ ભંગ કરનારાઓ સામે FIR નોંધીને સમાજમાં દાખલો બેસે તેમ કડકમાં કડક પગલા લેવા માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *