અમદાવાદ ગાંધીનગરમાં પુરપાટ ઝડપે સફારી

Featured Video Play Icon
Spread the love

અમદાવાદ ગાંધીનગરમાં પુરપાટ ઝડપે સફારી
સફારીએ અકસ્માતની જાણે વણજાર સર્જી
એક પછી એક વાહનોને અડફેટે લીધાં.

અમદાવાદ ગાંધીનગરમાં પુરપાટ ઝડપે આવેલી સફારીએ અકસ્માતની જાણે વણજાર સર્જી હોય એમ એક પછી એક વાહનોને અડફેટે લીધાં.

અમદાવાદ ગાંધીનગરના રાંદેસનમાં પુરપાટ ઝડપે આવેલી સફારીએ અકસ્માતની જાણે વણજાર સર્જી હોય એમ એક પછી એક વાહનોને અડફેટે લેતા 2 લોકોનો ભોગ લેનારા હિતેશે નશો કરી પોર ગામથી સ્ટીયરિંગ પકડ્યું અને માતેલા સાંઢીની જેમ ગાંધીનગરમાં પ્રવેશ્યો અને રોડ પર 100 ની રફતારથી ઘૂસ્યો અને રક્ષાશક્તિ સર્કલથી સર્વિસ રોડ પર એક બાદ એક વાહનોને અડફેટે લેતો ગયો અને શુકન સ્કાય બંગલોઝ પાસે જઈને થંભ્યો. આ વિસ્તારથી આગળ ભાઇજીપુરા છે, એટલે કે રક્ષાશક્તિ સર્કલથી ભાઇજીપુરા વચ્ચે આ અકસ્માત થયો. હિતેશ પટેલ વાહનોને રમકડાની જેમ ઉડાવતો ગયો. આ દરમિયાન એક માણસ કારના બોનેટ પર લટક્યો, પણ નશામાં હવામાં ઊડી રહેલો હિતશ ન અટક્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *