સુરતના રૂઠનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોનો ધસારો,

Featured Video Play Icon
Spread the love

સુરતના રૂઠનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોનો ધસારો,
દાનપેટી તોડી 60 હજારની ચોરી
ઉમરા વિસ્તારમાં રૂઠનાથ મહાદેવ મંદિરમાં ચોરીનો બનાવ, સીસીટીવીમાં કેદ ચોરો
મંદિરમાં દાનપેટી તોડી રોકડ રકમની ચોરી,
ઉમરા પોલીસે ચોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા

સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે હવે તો મંદિરો પણ ચોરોના નિશાન પર હોય તેમ રૂઠનાથ મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી દાન પેટીમાંથી ચોરી કરી હતી.

સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા મગદલ્લા નજીક રૂઠનાથ મહાદેવ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો. બે અજાણ્યા ચોર ઈસમો રૂઠનાથ મહાદેવ મંદિરના મુખ્ય દરવાજાનો તાળું ગ્લાઈન્ડર મશીન વડે તોડી મંદિરમાં પ્રવેશ કરી દાન પેટીનો નકુચો તોડી રોકડા રકમની ચોરી કરી ભાગી છુટ્યા હતાં. આશરે 60,000 થી વધુને મતાની ચોરી કરી ચોર ભાગી છુટ્યા હોય જો કે ચોરો સીસીટીવીમાં કેદ થતા હાલ તો ઉમરા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ચોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *