પાંડેસરાની શાંતિનિકેતન સોસાયટીમાં એસઓજીની કાર્યવાહી
મકાનમાં દરોડો પાડી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પડાયો
ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ
ડ્રગ્સના નેટવર્કને લઈને પોલીસે તપાસ તેજ કરી
સુરત એસઓજીની ટીમે પાંડેસરા વિસ્તારમાં આવેલ શાંતિનિકેતન સોસાયટીના મકાનમાં દરોડા પાડી ત્યાંથી લાખોનો એમડી ડ્રગ્સના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરત શહેરમાં નશાના કારોબાર સામે પાંડેસરા પોલીસે લાલ આંખ કરી હોય તેમ સુરત એસઓજીની ટીમ મેદાને હતી ત્યારે એસઓજી સ્ટાફને મળેલી બાતમીના આધારે પાંડેસરાની શાંતિનિકેતન સોસાયટીમાં દરોડા પાડી ત્યાંથી રાકેશ અશોક પવારને ઝડપી પાડી તેની પાસેથી 1.24 લાખની કિંમતનો 41.400 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
