માંડવીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિની ઉજવણી
ધારાસભ્ય કુંવરજી હળપતિએ નેતાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

માંડવી સુભાષ ચોક ખાતે પાલિકા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની 129 મીજન્મ જયંતી ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતા ઉજવણી કરાય

માંડવી નગરમાં આવેલ સુભાષચોક ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની 129 મી જન્મ જયંતી માંડવીનગરપાલિકા દ્વારા રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ના અધ્યક્ષતા માં યોજાય હતી.આ પ્રસંગે કુંવરજીભાઈ હળપતિ ,પાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ, નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, અખિલ ભારતીય વાલ્મિકી મહાસભાના સંગઠન સચિવ ઇશ્વરભાઇ સોલંકી તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સુતરની આંટી તથા પુષ્પહાર અર્પણ કર્યા હતા.  આ પ્રસંગે ધારાસભ્ય કુવરજીભાઈ હળપતિએ નેતાજી સુભાષચંદ્ર બોઝ ના જીવન ચરિત્રની ઝાંખી કરાવી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, મહામંત્રી વિજયભાઈ પટેલ તથા બાંધકામ સમિતિના ચેરમેન રંજનબેન મરાઠે, વિરોધ પક્ષના નેતા રસીદ ખાન પઠાણ તેમજ પાલિકા તથા સંગઠનના હોદ્દેદારો તથા કર્મચારી ગણ ઉપસ્થિત નેતાજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *