રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ મામલે ધારાસભ્યનું નિવેદન.
ટેન્ડર મુજબ જ પેમેન્ટ અપાયું હોવાનો દાવો.
મહિલા કોર્પોરેટર રસીલાબેન ગરૈયાનો આક્રોશ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર 1500 કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે તેના માટે મનપાને અંદાજે 3 કરોડનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં મનપાને અંદાજે 3 કરોડનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ભોજન, નાસ્તા અને લીંબુ પાણીના 27.20 લાખ, પીવાના પાણીનું 23 લાખ તો વીડિયોગ્રાફીના 24 લાખના ખર્ચે વિવાદનો મધપૂડો છેડાયો છે. આ મામલે કોંગ્રેસે SIT તપાસની માંગણી અને જવાબદારોને જેલભેગા કરવાની માંગણી કરી છે. જ્યારે વીડિયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ જેને મળ્યો તેને 7 દિવસમાં 305 કેમેરામેને વીડિયોગ્રાફી કરી હોવાનું સામે આવતા મોટું આશ્ચર્ય જનમ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે જેસીબી, ભારે ડમ્પરો અને ટ્રેક્ટરો જેવા હેવી ઇક્વિપમેન્ટ્સ પાછળ અંદાજે 1.50 કરોડ રૂપિયા ખર્ચાયા છે. જે વ્યાજબી માની શકાય. પરંતુ તેની સામે માત્ર ત્રણ-ચાર દિવસની મંડપ સર્વિસના 8.50 લાખ, લાઈટિંગના 2.50 લાખ અને સમગ્ર ડિમોલિશનની પ્રોસિડિંગ રેકોર્ડ કરવાના તેમજ ડ્રોન શૂટિંગના વીડિયોગ્રાફી એજન્સીને 24 લાખ રૂપિયા ચૂકવવાની વિગતોએ નવો વિવાદ ઊભો કર્યો છે. આ ખર્ચમાં હજુ મનપાના એક્સ્ટ્રા રોજિંદા કર્મચારીઓ (મેન પાવર)નો સેલરી લોડ ગણાયો નથી. ત્યારે આજે રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ મામલે ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે
મહિલા કોર્પોરેટર રસીલાબેન ગરૈયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર-16માં જંગલેશ્વરમાં ડિમોલિશન કરવામાં આવ્યું ત્યારે 27 લાખનું કાજુકતરી અને ખજૂર રોલ સહિતની મીઠાઈઓ ખાઇ ગયા છે અને 12 લાખનું પાણી પી ગયા છે. 5 વર્ષના છોકરાઓ રડતા હતા. અમે જ્યારે ઘરે આવતા હતા ત્યારે અમને જમવાનું પણ ભાવતું નહોતું. આ લોકોએ માનવતા ગુમાવી પબ્લિક સામે તો ન જોયું પરંતુ, નાના છોકરાઓ રડતા હતા અને તેમનો સામાન રખડતો હતો. તેમનો ચૂલો નહોતો સળગતો તેમ છતાં પણ તેને પોતાની માનવતા ગુમાવી દીધી હતી. પીવાનું પાણી, ઠંડા પીણા પીવડાવવામાં આવતા હતા. મોંઘી મીઠાઈઓ આમના ગળા નીચે કેમ ઉતરી તેનો જવાબ હું માંગુ છું. ….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
