ભૂસ્તર અધિકારી ની ભૂંડી ભૂમિકા ના કારણે તાપી માં ખનીજ ચોરો બેફામ?
તાપી જિલ્લા કલેકટર કઈ બોલતા નથી કે ભૂસ્તર અધિકારી ગાંઠતા નથી??
તાપી ના નિઝર કુકરમુંડા સાથે હાલ સોનગઢ તાલુકાના વેકુર ગામે તાપી નદી માંથી અનેક વાર ગેરકાયદે રેતી ખનન ની પ્રવૃત્તિ ચાલે છે ,જેમાં જાગૃત નાગરિકો ફરિયાદ કરે તો અધિકારીઓ એનો નંબર જ બ્લોક માં નાખી દે છે ત્યારે શું ભૂસ્તર વિભાગ ની હપ્તા ખોરી થી આ ગેરકાયદે રેતી ખનન થાય છે એ તપાસ નો વિષય ???
તાપી માં ફરી ગેરકાયદેસર રેતી ખનન સામે આવ્યું છે.જાણે ખનીજ માફિયાઓ બસ દિવાળી જવાની રાહ જોઈ રહ્યા હતા એવું લાગે. તાપી જીલ્લા ભૂસ્તર અધિકારી ના આશીર્વાદ અને ભૂંડી ભૂમિકા થી સરકારી તિજોરી પર કરોડો નો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.નિઝર કુકરમુંડા ની જેમ કાળા વ્યારા ,જામપુર બાદ હવે પાછલા લાંબા સમય થી સોનગઢ તાલુકા ના વેકુર ગામે તાપી નદી ના પટ માં થઈ રહ્યું છે ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે.જેમાં કેટલાક લોકો દ્વારા લીઝ ના માલિક ની જાણ બહાર જ પંકજ ગોરખ ચોધરી ની લીઝ પર થી રેતી અને ગ્રાવલ ના ગેરકાયદે ખનન અંગે ભૂસ્તર અધિકારી અને અન્ય કર્મચારી ને ગામ ના જાગૃત નાગરિક એ ફોન કર્યા હતાભૂસ્તર વિભાગના રાહુલભાઈ તેમજ શેખ સાહેબને ટેલીફોની સંપર્ક કરીને વેકુર ગામ ખાતે ચાલી રહેલ ગેરકાયદેસર ખનન વિશે માહિતી આપવામાં આવેલ હતી જોકે માહિતી સાંભળ્યા બાદ તેઓ કોઈ કાર્યવાહી કરી નથી અને ઉલ્ટા જે કોઈ વ્યક્તિ તેમને માહિતી આપે છે તે લોકોના મોબાઈલ નંબર બ્લેક લિસ્ટ માં નાખી દે છે જેથી કરીને ફરીવાર કોઈનો સંપર્ક ના થઈ શકે આ રીતે તેઓ પોતાના કામ પ્રત્યે કેટલા વફાદાર છે તે સમજાય છે તાપી જિલ્લા ભૂસ્તર વિભાગ ના આવા ભ્રષ્ટ અધિકારીઓ પર તાપી જિલ્લા કલેક્ટર કાર્યવાહી કરે એવી લોકમાંગ ઉઠી રહી છે અને સવાલો એ ઉભા થાય છે કે કોનો કેટલો ભાગ છે અને આ ભ્રષ્ટાચાર અધિકારીઓ એ તાપી ના આવા કાળી રેતી ના કાળા કારોબાર થી એમને કેટલા કરીડો ની સંપતિ ભેગી કરી એની પણ તપાસ ACB દ્વારા કેમ નથી કરાવા માં આવી રહી એ મોટો સવાલ ??…
