ગુજરાતમાં શક્તિ વાવાઝોડાને પગલે હવામાન વિભાગની આગાહી.

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં શક્તિ વાવાઝોડાને પગલે હવામાન વિભાગની આગાહી.
આવતીકાલે શક્તિ વાવાઝોડું લેશે યુ-ટર્ન.
8 મીએ સુરત, વલસાડમાં ભારે વરસાદ પડશે.

વાવાઝોડાના કારણે ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો ખતરો છે. આ સાથે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં કરંટ જોવા મળી રહ્યો છે.

ચોમાસાની વિદાયની બ્રેકની સાથે વાવાઝોડું શક્તિએ ખેડૂતોની ચિંતા ડબલ કરી દીધી છે. વરસાદને કારણે ખેડૂતોના તૈયાર ચોમાસું પાકમાં મોંએ આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનો તૈયાર પાક વરસાદથી બગડી રહ્યો છે. ત્યારે આ શક્તિ વાવાઝોડું જે ગુજરાતથી દૂર જતું રહ્યું છે પરંતુ તે વળાંક લે તો આ સિસ્ટમ યુ ટર્ન મારીને ગુજરાત તરફ આવી શકે છે. જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો ખતરો છે. આ સાથે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. સંભવિત વાવાઝોડું દ્વારકાથી 240 મીટર અરબી સમુદ્રમાં દૂર છે દર કલાકે 12 કિમી વાવાઝોડું અરબી સમુદ્રથી દ્વારકા તરફ આવી રહ્યું છે. ગાંધીનગર ફિશરીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ દરિયાઈ વિસ્તાર પર માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવા કડક સૂચના આપી દેવામાં આવી રહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર શક્તિ વાવાઝોડું છેલ્લા 6 કલાક દરમિયાન 17 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને 5 ઓક્ટોબર, 2025 ના રોજ 0530 કલાકે ઉત્તરપશ્ચિમ અને નજીકના પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર પર નજીક કેન્દ્રિત રહ્યું. આ વાવાઝોડું રાસ અલ હદ્દ (ઓમાન) થી લગભગ 250 કિમી દક્ષિણપૂર્વમાં, મસીરાહથી 300 કિમી પૂર્વમાં છે. 6 ઓક્ટોબરની સવાર સુધી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધતું રહેશે અને ધીમે ધીમે નબળું પડશે. ત્યારબાદ, તે ફરી દિશા બદલી શકે છે.

અરબ સાગરમાં સર્જાયેલા ગંભીર ચક્રવાત ‘શક્તિ’ અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુ-ટર્ન લેશે. ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે. 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *