ડાંગમાં ફેક આઈડી બનાવી બદનામ કરનાર મહિલાની ધરપકડ

Featured Video Play Icon
Spread the love

ડાંગમાં ફેક આઈડી બનાવી બદનામ કરનાર મહિલાની ધરપકડ
સાયબર ક્રાઈમ પોલીસે 20 વર્ષિય નિમિષા હળપતની કરી ધરપકડ
સાયબર ક્રાઈમે લોકેશન ટ્રેસ કરી ધરમપુરથી મહિલાને ઝડપી

ડાંગ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે એક મહિલાને ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરવાના કેસમાં એક આરોપી મહિલાની ધરપકડ કરી છે. આ કાર્યવાહી વલસાડ જિલ્લાના ધરમપુર ખાતેથી કરવામાં આવી હતી.

ડાંગ સાયબર ક્રાઈમ પોલીસને એક ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવવામાં આવી હોવાની ફરિયાદ મળી હતી. ફરિયાદ મુજબ, આરોપી મહિલાએ ફરિયાદી મહિલાના ફોટા અને અન્ય અશ્લીલ તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મૂકી તેમની માનહાનિ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ગંભીર ગુના અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ, પોલીસ ટીમે તાત્કાલિક ટેકનિકલ એનાલિસિસ અને આધુનિક સોર્સની મદદથી આરોપી મહિલાની ઓળખ કરી હતી. ત્યારબાદ ધરમપુર ખાતે છાપો મારીને આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી.

ડાંગ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટેકનિકલ કુશળતા અને ત્વરિત કામગીરી સફળ કાર્યવાહી દર્શાવે છે. પોલીસે નાગરિકોને સચેત રહેવા, અજાણ્યા લિંક પર ક્લિક ન કરવા અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની સુરક્ષા વધારવા માટે અનુરોધ કર્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *