સુરતની અમરોલી પોલીસે ઘરફોડ ચોર આરોપી ઝડપ્યો
ગોડાદરામાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ હતો આરોપી
આરોપી કરણ ઉર્ફે કાળીયો ઉર્ફે બિહારી દયાનંદ ભારતીને ઝડપ્યો
સુરતની અમરોલી પોલીસે કોસાડ આવાસ ખાતે ઘરફોડ ચોરી કરનાર તથા ગોડાદરા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશ્રનર અનુપમસિંહ ગહલૌત તથા સંયુક્ત પોલીસ કમિશ્રનર ડામોર, નાયબ પોલીસ કમિશ્રનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશ્રનર આહીર ની સુચનાને લઈ પીઆઈ વનાર તથા પટેલની ટીમ પીએસઆઈ ડીએ રાઠોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો રાજેશ તથા રાજભાઈને મળેલી બાતમીના આધારે કોસાડ આવાસ એચ 4 ખાતે ઘરફોડ ચોરી કરનાર તથા ગોડાદરા પોલીસ મથકમાં ખુનની કોશીશના ગુનામા વોન્ટેડ આરોપી કરણ ઉર્ફે કાળીયો ઉર્ફે બિહારી દયાનંદ ભારતીને ચોરીના મુદ્દામાલ સાથે કોસાડ આવાસ એચ 3 ખાતેથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
