સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા જનતા રેડ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા જનતા રેડ
ડભોલી વિસ્તારમાં અનાજના ગોડાઉનમાં જનતા રેડ
સરકારી અનાજનો જથ્થો ઝડપાયો

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ડભોલી વિસ્તારમાં અનાજના ગોડાઉનમાં જનતા રેડ કરાઈ હતી જ્યાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો.

સુરતમાં સરકારી અનાજની કાળા બજારીને લઈ આમ આદમી પાર્ટી મેદાને આવી ગઈ છે. ત્યારે સુરતના ડભોલી વિસ્તારમાં અનાજ માફીયાઓ બેફામ બનતા આમ આદમી પાર્ટી દ્વારા જનતા રેડ કરાઈ હતી. ડભોલી વિસ્તારમાં આવેલ હરીદર્શનના ખાડા પાસે અનાજ માફીયાઓના ગોડાઉન પર આમ આદમી પાર્ટી દ્વારા નાયબ મામલતદાર અને પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા જ્યાંથી ટ્રક અને ગોડાઉન ભરેલો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો જે તમામ મુદ્દામાલ નાયબ મામલતદાર દ્વારા જપ્ત કરાયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *